Skip to main content

All About Cataract । મોતિયાની એ.બી.સી.ડી.

                                                        All About Cataract । મોતિયાની એ.બી.સી.ડી

                                                                                                                      Click HERE For हिन्दी 


મોતિયો... 

 આ શબ્દ સાંભળતા જ  ભલભલા ને ચક્કર આવી જાય, આખોં ની આગળ અંધારા આવી જાય, અવનવા સવાલો ઘેરી વળે, અને એ સ્વભાવિક છે કેમકે વિશ્વમાં થતાં કુલ આંધણાપણા ના ૮૦% દર્દીઓને તો ફક્ત મોતિયા ના કારણે જ અંધાપો આવે છે અને માટેજ એક ઉતાવળો  નિર્ણય (પછી એ ભલે ને સર્જન નો હોય કે નેત્રમણી નો) તમારી બાકી રહેલી જિંદગીનો જ નહીં પણ તમારા આધાર નો પણ આધાર છે.
                  તો આવો આ જટિલ શબ્દ ની જળ સુધી પહોંચીએ, આનો મતલબ સમજીએ, આની સાથે લડતા શીખીએ, આના માટે ના શ્રેષ્ઠ વિકલ્પો વિષે જાણીએ, આના હાઉ ને દૂર કરીએ.*********************************************************************
નોંધઃ આ લેખ સામાન્ય દરેક વ્યક્તિ ને સમજવામાં સરળતા રહે તે હેતુ થી બનતી કોશિશે  સરળ ભાષાના પ્રયોગ તેમજ  જરૂરિયાત મુજબની જ વિગતોથી તૈયાર કરવામાં આવેલ  છે.
તા.ક. : આ લેખ નો ઉદ્દેશય ફક્ત સામાન્ય માહિતી પુરી પાડવા માટે છે, માટે આ માહિતી નો ઉપયોગ દર્દીએ જાતે ડોક્ટરની સલાહ વગર કરવો નહીં . તબીબી માહિતીમાં રોજેરોજ ક્રાતિકારી ફેરફારો થતા રહે છે, આ માહિતી અધૂરી, જૂની કે ભૂલવાળી હોઈ શકે છે અને દરેકની વ્યક્તિગત જીવનશૈલી તેમજ બંધારણ પણ અલગ-અલગ હોય છે માટે કોઈપણ નિર્ણય લેતા પહેલા તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.    

*********************************************************************


આંખની રચના 

 • કુદરતે આપણી આંખ એક કેમેરા ની જેમ બનાવી છે, જેમ કેમેરા નો લેન્સ ધુંધળો થઇ જવાથી સામેની વસ્તુ ચોખ્ખી નથી દેખાતી તેવી જ રીતે આપનો કુદરતી નેત્રમણિ અપારદર્શક  થઇ જવાથી આપણી દૂર કે નજીક અથવા બંન્ને દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે, જેને આપણે મોતીયા તરીકે ઓળખીએ છીએ.
 • કાંઈક આમ 

                                           મોતિયો આવવાના કારણો 

Difference Between Healthy Eye & Eye With Cataract
 • ઉંમર વધવાને લીધે એટલે કે કૂદરતી 
 • ઇલેક્ટ્રિક કરંટ કે વીજળી પડવાથી 
 •  જન્મજાત
 •  પોષણ ના અભાવે 
 • આંખ માં ઇજા થવાથી 
 • વધુ પડતાં સ્ટીરોઈડના ઉપયોગ થી
 • આંખના કોઈ રોગ ને લીધે
 • યુ.વી. કિરણોથી 


Vision With Normal vs Eye With Cataracts મોતિયાના સામાન્ય લક્ષણો

  Healthy Lens & Lens With Cataracts
 • ઝાંખું દેખાવવું
 • લાઇટ અને બલ્બની આસપાસ કુંડાળાં દેખાવા
 • રાત્રે વાહન ચલાવવામાં મુશ્કેલી થવી
 • ચશ્માના નંબર વારંવાર બદલી જવા 
 • રંગ ઓળખવામાં મુશ્કેલી થવી
 • એક જ વસ્તુના એક થી વધારે પ્રતિબિંબ દેખાવા
 • રંગોમાં ફીકાશ દેખાવી 
 • નજીક અથવા દૂર નું વાંચવામાં કે જોવામાં મુશ્કેલી થવી 

મોતિયાના ઉપાયો 

 • મોતિયામાં કોઈ દવા, ટીપાં, મલમ, કસરત, ચશ્માં, આંજણ કંઈ અસર કરે નહીં 
 • સામાન્ય સંજોગો માં મોતિયાનું ઓપરેશન જ એકમાત્ર સરળ ઉપાય છે
 • જેમાં ખરાબ થઈ ગયેલા મણિ ને કાઢી તેની જગ્યાએ નવો કૃત્રિમ મણિ બેસાડી દેવામાં આવે છેઓપરેશન ક્યારે કરાવવું ?

 • આ નિર્ણય મોતિયાના પ્રકાર, તેના લીધે પડતી મુશ્કેલી અને અગવડતા પર આધાર રાખે છે, પરંતુ જો કોઈ ખાસ કારણ ના હોય તો વિલંબ કરવું જોખમકારક તેમજ પરિણામ ને ઘણો અસર કરે છે. 

ઓપરેશન ના પ્રકારો 

ઈ.સી.સી.એસ. એટલે કે ટાંકાવાળું

Extra capsular cataract extraction
 • લગભગ 5 મીલીમીટર નો કાપો 
 • ઇન્જેક્શન 
 • 1 દિવસ નો પાટો 
 • રૂઝ આવતા સમય લાગે 
 • થોડી માત્રામાં દુખાવો થવો
 • પરેજી પાળવી પડે


 • ફેકો  એટલે કે ટાંકા વગરનું

  • Phaco Emulsification Procedure
    • લગભગ 2 મીલીમીટર નો કાપો
    • કોઈ ઇન્જેક્શન નહીં  
    • અમુક સંજોગો ને બાદ કરતા કોઈ પાટો નહીં 
    • ઝડપી રૂઝ  
    • કોઈ દુખાવો નહીં 
    • ખાસ કોઈ પરેજી નહીં   
  • કાંઈક આમ 


  મોતિયાના દર્દીઓને મુંઝવતો સૌથી મોટો પ્રશ્ન : કયો નેત્રમણી નખાવવું ???

  સમય ની સાથે સાથે નેત્રમણી ના સમીકરણો પણ બદલાયા છે, જે પહેલા કરતા વધુ અનુકૂળ અને તમામ રીતે ફાયદાકારક નિવળ્યા છે, માટે આપણે ભૂતકાળ ને ભૂલી જઈ ને ફક્ત વર્તમાન માં ઉપલબ્ધ પસંદગીઓ વિષે વાત કરીશું.

  અત્યારના આ આધુનિક યુગ માં ફોલ્ડેબલ એટલે કે વાળી ને મૂકી શકાય એવા નેત્રમણી નો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે, આ પ્રકારના નેત્રમણિમાં મુખયત્વે 2 પ્રકાર જોવા મળે છે. તેમના પ્રકાર, બન્ને વચ્ચેનો તફાવત, ફાયદા, મર્યાદાઓ અને ખર્ચ વિષે જાણશું.

  (1) હાયડ્રોફિલિક મટીરીયલ  : આ પ્રકારના નેત્રમણીનો ખર્ચ ઓછો (લગભગ 2500 થી 10000 ની અંદર) થતો હોય છે, આવા નેત્રમણી નો ઉપયોગ મુખયત્વે સરકારી, ટ્રસ્ટ હોસ્પિટલો કે પછી જેમની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ના હોય ત્યાં થાય છે. આ પ્રકારના નેત્રમણિ ના મટીરીયલ ને કારણે ઓપરેશન બાદ આવતી છારી થોડી વહેલી આવે છે. રંગો, આકાર અને દૃષ્ટિ ની ગુણવત્તા થોડી ઓછી હોય છે.  hydrophilic vs hydrophobicHydrophilic Vs Hydrophobic          

  (2) હાયડ્રોફોબિક મટીરીયલ : આ પ્રકારના મટીરીયલ માં અત્યારે પુષ્કળ પસંદગીઓ ઉપલબ્ધ છે, ખર્ચ 10000 થી 1.5 લાખ સુધી., આ પ્રકારના મટીરીયલ માં સામાન્ય રીતે છારી ખૂબ જ ઓછી અને ઘણી મોડી આવે છે તેમજ દ્રષ્ટિ, રંગો અને આકાર ની ગુણવત્તા ઘણી સારી હોય છે.


  વાત અહીં જ પુરી નથી થતી,  ઉપરના બંન્ને મટીરિયલમાં 2 ડિઝાઇન પણ આવે છે.

   Visison Change In Spherical Iol vs Aspheric Iol
  •  સ્ફેરિકલ (Spherical)   એટલે  કે                     નોન એસફેરીક (non Ashperic)


  • એસ્ફેરિક (Aspheric)

  Spherical vs Asphric DesignBenefit Of Ashperic Monofocal Lens

  હું એમ માનીને આગળ વધું છું કે અત્યાર સુધી આપને સમજાઈ ગયું હશે કે
  • ઓપરેશનની પદ્ધતિમાં - ફેકો પધ્ધતિ (phaco emulsification)
  • નેત્રમણિના મટીરીયલ માં હાયડ્રોફોબિક  (hydrophobic)
  • નેત્રમણિ ની ડિઝાઇન માં એસ્ફેરિક (Aspheric)
  આ  પસંદગી આપના માટે ફાયદાકારક નિવળશે.

  હવે આવે છે દરેક મોતિયા ના ઓપરેશન પહેલા પૂછવામાં આવતો અઘરો સવાલ...

  સાહેબ નેત્રમણી મોનોફોકલ (monofocal)  મુક્શું કે મલ્ટીફોકલ (multifocal) ???

  ચાલો સંક્ષિપ્ત માં આ વિષય માં પણ જાણી લઈએ 

  (1) મોનોફોકલ (Monofocal) : 


  Benefit Of Monofocal IOL
  આ નેત્રમણિ મુકાવ્યા બાદ દૂરના ચશ્મા ની જરૂરિયાત નહિંવત રહે છે, પરંતુ નજીક (1 થી 1.25 ફૂટ) ના કોઈ પણ કામમાં પહેરવા પડે છે, પણ હા રાત્રે વાહન ચલાવતી વખતે કે મોડી સાંજે કે સૂર્યપ્રકાશ ની ગેરહાજરીમાં પણ તમને અદભુત દ્રષ્ટિ નો અનુભવ થાય છે. અંગ્રેજી માં કહીએ તો Sharp & Clear Vision.

  (2) મલ્ટીફોકલ (Multifocal) :


  Benefit Of Multifocal IOL  આ નેત્રમણી નો મુખ્ય ફાયદો જ એ છે કે ઓપરેશન બાદ કોઈ  દૂર કે નજીક ના ચશ્મા પહેરવા પડતા નથી, અલબત્તા રાત્રે વાહન ચલાવવામાં થોડી મુશ્કેલી જરૂર પડે છે, અને ક્યારેક અમુક સંજોગો માં ચશ્મા ની જરૂરિયાત પડી શકે છે. 

  આ સિવાય હજુ પણ 1 વર્ગ બાકી રહી જાય છે ....જે લોકો ને ત્રાંસા નંબર હોય તેનું શું ???

  આજથી થોડા વર્ષો પહેલા આ સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળતી. લોકો ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ આના સમાધાન સુધી પહોંચી શકતા ન હતા,  સારામાં સારી નેત્રમણી મુકાવ્યા પછી પણ ત્રાંસા નંબરના ચશ્મા પહેરવા પડતા, પરંતુ કહેવાય છે ને કે જરૂરિયાત શોઘની માતા છે, વિજ્ઞાને એક એવું આવિષ્કાર કર્યું કે જેનાથી ત્રાંસા નંબર ને બિલકુલ ઓછા કરી શકાય, અને એ નેત્રમણી ટોરીક (Toric) નેત્રમણી તરીકે પ્રખ્યાત થઇ. હા આ ટેક્નોલોજી એ  ખર્ચ થોડો વધાર્યો પરંતુ ચશ્માથી મુક્તિ  તેમજ એક ધારદાર અને ચોખ્ખી નજર પ્રદાન કરી.    

  See The Difference With Toric intra ocular lens
  Vision With Astigmatism

  PLEASE CONSULT WITH YOUR DOCTOR, OR OTHER QUALIFIED HEALTH CARE PROFESSIONAL BEFORE USING ANY PRODUCT DISCUSSED WITHIN THIS BLOG.

  Popular posts from this blog

  Best Short Stories Of Akbar - Birbal । अकबर - बीरबल की मज़ेदार कहानियां

  Best Short, Interesting, Motivational, Moral And Inspirational Stories In Hindi On Akbar  Birbal   अकबर - बीरबल की मज़ेदार कहानियां  मुगल बादशाह अकबर का नाम आए और बीरबल की बात न निकले ऐसा हो ही नहीं सकता। बीरबल अकबर के नौरत्नों में से एक थे और एक महान मजाकिया , बुद्धिमान, कवि  और लेखक थे जो अपने बहुमूल्य सलाह के लिए जाने जाते थे। लोकप्रियता में बीरबल का कोई सानी नहीं था। वे उच्च कोटि के प्रशासक, और तलवार के धनी थे। उनकी विनोदप्रियता और चतुराई के किस्से भारतवर्ष के कोने कोने में प्रसिद्द थे और सभी उनके प्रशंषक थे। उनके प्रशंषकों में सम्राट अकबर भी थे, इसी कारणवश बाकि दरबारी बीरबल से ईर्ष्या रखते थे और हमेशा उन्हें नीचा दिखाने के लिए षड़यंत्र रचाते थे लेकिन हर बार बीरबल अपनी चतुराई से उन्हें मात दे देते थे। वैसे तो बीरबल के नाम से प्रसिद्ध थे, परंतु उनका असली नाम महेशदास था। ऐसा विश्वास किया जाता है कि यमुना के तट पर बसे त्रिविक्रमपुर (अब तिकवांपुर के नाम से प्रसिद्ध) एक निर्धन ब्राह्मण परिवार में पैदा हुए थे।   लेकिन अपनी प्रतिभा के बल पर उन्होंने बादश

  Google Search secrets । गूगल सर्च के मज़ेदार रहस्य

  Google Search secrets गूगल सर्च के मज़ेदार रहस्य गूगल शब्द सुनते ही google search tricks, google search secrets, how to use google search, how to search on google, google space i m feeling lucky, google gravity, i'm feeling lucky, what to search on google, funny google searches, google funny search, google docs search, google search service, google blog search, google blog search, google search features. google earth, google search, google word usage, how to search on google effectively, sphere, askew, gravity, recursion, do a barrel roll जैसे शब्द हमारे दिमाग में घूमने लगते हैं, तो आइये जानते हैं google search के कुछ अनजाने मज़ेदार रहस्य...  Google विश्‍व का सबसे Popular search engine है, लेकिन क्‍या आपको पता है कि Google के और भी secret है जिनमें से कुछ को शायद आप जानतें हो और शायद नहीं आज ऐसे ही कुछ Google tricks and secrets (गूगल के कुछ सीक्रेट और ट्रिक्स) प्रस्‍तुत हैं कुछ Google tricks and secrets आनन्‍द उठाईये शायद कुछ काम का भी मिल जाये।   क्‍या आ

  Cataract in hindi । मोतियाबिंदु की जानकारी

                                                            All About Cataract । मोतियाबिंद की ए.बी.सी.डी.  Click HERE For Gujrati मोतियाबिंद......   ये शब्द सुनते ही अच्छे - अच्छों को चक्कर आ जाता है, आँखों के आगे अँधेरा छा  जाता है, तरह  तरह के सवाल  घेरा डाल देते हैं और यह स्वभाविक भी है क्योंकि विश्व में होनेवाले अंधेपन के ८०% मरीजों को तो सिर्फ मोतियाबिंद की वजह से ही अंधेपन का सामना करना पड़ता है, और इसी लिए ही आपका एक ज़ल्दबाज़ी भरा फैसला (फिर चाहे वो शल्य चिकितस्क का हो या लेंस का हो ) आपकी  बची हुई ज़िंदगी का ही नहीं आपके आधार का भी आधार है।                   तो आइए इस  जटिल शब्द की गहराई तक जाकर इस शब्द का सही मतलब समझकर इससे लड़ना सीखें, इसके बेवजह के डर को दूर भगाएं।  * ******************************************************************** ध्यान दें: यह  लेख हर सामान्य व्यक्ति को समझने में आसानी हो इस  प्रयोजन से हो पाए उतनी सरल भाषा के प्रयोग और सिर्फ ज़रूरत अनुसार की विवरण के ही उपयोग से तैयार किया हुआ है। ता.क. : यह लेख का उदेश्य सिर्फ सामान्य जानक